ગાંધીનગર જિલ્લા શિક્ષણતંત્રએ કોરોના વાઇરસની તકેદારીના પગેલ કફ, તાવ અને શ્વાસની તકલીફવાળા વિદ્યાર્થીઓને રજા આપવા
તથા વાલીઓને પણ સંતાનોને શાળામાં ન મોકલતાં તાત્કાલિક સારવાર અપાવવા જણાવ્યું છે.
વિશ્વભરમાં કોરોનાને મહામારી તરીકે જાહેર કરી સાવચેતીના સક્રિય પગલાં લેવામાં આવી રહ્યા છે. આ જીવલેણ રોગ ન ફેલાય તે માટે કેન્દ્ર અને
રાજ્ય સરકારો દ્વારા જાગૃતિના કાર્યક્રમો સાથે સક્રીય યકાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે તકેદારીને પગલે ગાંધીનગર શહેર
જિલ્લાના શાળાના વિદ્યાર્થીઓ પણ સાવચેત અને સુરક્ષિત રહે તે માટે જિલ્લા શિક્ષણતંત્રએ શાળાના
આચાર્યોને આદેશ આપી જે વિદ્યાર્થીને કફ, ખાંસી, તાવની તકલીફ જણાય તેમને રજા આપવા તેમજ વાલીઓને પણ આવા સંતાનોને શાળાએ ન મોકલી
તુરત સારવાર અપાવવા જણાવ્યું છે. સાથે સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચકાસણી કરવા પણ શાળાઓને જણાવાયું છે. ખાસ કરીને વર્ગખંડોમાં
પગથી ઓપરેટ થતી કચરાપેટી, ટેસ્ટરૂમમાં સાબુ કે સેનેટાઇઝર મૂકવા તેમજ દરવાજાના હન્ડલ, લાઈટની સ્વીચ, સીડીની રેલીંગ અને કોમ્પ્યુટર
સહિતની ઇન્ફેક્શનની શક્યતા લાગે તેવી જગ્યાની જાણકારી આપી કાળજી દાખવવાના મહત્ત્વના સૂચનો કરવામાં આવ્યા છે.