ગાંધીનગર જિલ્લાની ફાઈનલ મતદારયાદી જાહેર..

0
189

ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોના મતદારોની આખરી મતદાર યાદી ફાઈનલ થઈ ગઈ છે. ગાંધીનગર જિલ્લાના મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, વિધાનસભાની આગામી ચૂંટણીમાં ગાંધીનગર જિલ્લામાં કુલ 13,25,604 મતદારો મતદાન કરી શકશે.

આજે પ્રસિદ્ધ થયેલી ફાઈનલ મતદાર યાદી મુજબ ગાંધીનગર-દક્ષિણ વિધાનસભા મતવિસ્તારમાં 1,90,927 પુરુષ મતદારો, 1,80,660 મહિલા મતદારો અને અન્ય 11 સહિત કુલ 3,71,598 મતદારો છે.

ગાંધીનગર-ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં 1,29,938 પુરુષ મતદારો, 1,23,739 મહિલા મતદારો અને અન્ય 11 સહિત કુલ 2,53,688 મતદારો છે.

દહેગામ વિધાનસભા મતવિસ્તારમાં 1,11,876 પુરુષ મતદારો, 1,08,796 મહિલા મતદારો અને અન્ય 15 સહિત કુલ 2,20,687 મતદારો છે.

માણસા વિધાનસભા મતવિસ્તારમાં 1,18,676 પુરુષ મતદારો, 1,12,162 મહિલા મતદારો અને 9 અન્ય સહિત કુલ 2,30,847 મતદારો છે.

જ્યારે કલોલ વિધાનસભા મતવિસ્તારમાં 1,27,795 પુરુષ મતદારો, 1,20,986 મહિલા મતદારો અને અન્ય 3 સહિત કુલ 2,48,784 મતદારો છે.

આમ ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર કુલ પુરુષ મતદારોની સંખ્યા 6,79,212 છે જ્યારે અને મહિલા મતદારોની સંખ્યા 6,46, 343 અને અન્ય 49 મળીને કુલ મતદારો 13,25,604 છે.