કોર્ટે ચિદમ્બરમને 14 દિવસ માટે તિહાડ જેલ મોકલવાનો આદેશ કર્યો

0
423

દિલ્હીની કોર્ટે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને 19 સપ્ટેમ્બર સુધી 14 દિવસની જ્યૂડિશ્યલ કસ્ટડી માટે તિહાડ જેલ મોકલવાનો આદેશ કર્યો છે. આ નિર્ણય સ્પેશ્યલ જજ અજય કુમાર કુહારે કર્યો હતો. બે દિવસની CBI કસ્ટડી પૂરી થયા બાદ આજે ચિદમ્બરમને દિલ્હી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને ફરી એક ઝટકો આપ્યો હતો. આઈએનએક્સ મીડિયા કેસમાં સુપ્રીમ કોર્ટે પી. ચિદમ્બરમને આગોતરા જામીન આપવાનો ઈનકાર કરીને તેમની અરજી ફગાવી દીધી હતી.રહી છે.સુપ્રીમ કોર્ટે આ મામલે આદેશ આપતા કહ્યું છે કે, ઈડીએ જે દસ્તાવેજો ભેગા કર્યા છે તે ચિદમ્બરમને બતાવવાની જરૂર નથી. તે ઉપરાંત એજન્સીએ પૂર્વ મંત્રીને શું સવાલ-જવાબ કર્યા છે તેની ટ્રાન્સક્રિપ્ટ પણ કોર્ટને આપવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here