કૉંગ્રેસના બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનુ કોરોના વાયરસના કારણે નિધન થયું છે. છેલ્લા ઘણા દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. કોરોના પોઝિટિવ આવ્યા એ પહેલા તેઓ બિમાર હતા. બદરૂદ્દીન શેખને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. કૉંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખ અને તેમના પત્નીને એકસાથે કોરોના પોઝિટિવ આવ્યો હતો.
બદરૂદ્દીન શેખને કૉંગ્રેસના ખજાનચી અહેમદ પટેલની એકદમ નજીકના માનવામાં આવતા હતા. એક અઠવાડિયાથી તેઓ હોસ્પિટલમાં હતા. કૉંગ્રેસ માટે ખૂબ જ મોટી ખોટ પડી છે. તેમને ડાયાબીટીશ, હાર્ટની તકલીફ, સ્થૂળતા વગેરે બીમારીઓ પણ હતી. તેમની ઉંમર 65 વર્ષની હતી.
નોંધનીય છે કે, અમદાવાદના દાણીલીમડા-બહેરામપુર સહિતના વિસ્તારોમાં કોરોનાને કારણે લોકડાઉનની સ્થિતિમાં ગરીબો અને જરૂરીયાતમંદોની મદદે તેઓ દોડી ગયા હતા. પરપ્રાંતિય મજૂરો માટે ભોજનની વ્યવસ્થા કરવી અને જરૂરીયાતમંદોને રાહત કીટો પહોંચાડવા માટે તેઓ તેમના મતવિસ્તારમાં લોકોની વચ્ચે રહેતા હતા. તે દરમિયાન તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જે ચેપ તેમનાથકી તેમની પત્નીને પણ લાગ્યો હતો. તેમની પત્ની હાલમાં એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.