કેન્દ્રીય કેબિનેટે આજે MSME, ખેડૂતો, કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિકો તથા સ્ટ્રીટ વેન્ડર્સ માટે મહત્વના આર્થિક પગલાંને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. સરકારના બીજા કાર્યકાળની પ્રથમ બેઠક હતી. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે બેઠકમાં ખેડૂતો, MSMEને લઈ કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે મજબૂત અને મહત્વપૂર્ણ ભારતના નિર્માણમાં MSME સેક્ટરની મોટી ભૂમિકા છે. કોવિડ-19ની સ્થિતિને જોતા આ સેક્ટર માટે અનેક જાહેરાત કરવામાં આવી છે. MSMEની મર્યાદા 25 લાખથી વધારી 1 કરોડ કરવામાં આવી છે. ભારત સરકારે આ સેક્ટરને લગતી વ્યાખ્યા(definition)માં પણ સુધારો કર્યો છે. હવે તેની વ્યાખ્યાને વધારે વ્યાપક કરવામાં આવી છે. આ સુધારે લગભગ 14 વર્ષ બાદ કરવામાં આવ્યો છે. કેન્દ્રએ રૂપિયા 50 હજાર કરોડના ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટને પણ મંજૂરી આપી છે. MSMEને 20 હજાર કરોડની લોનની લોનને મંજૂરી આપવામાં આવી છે.