ગણેશોત્સવમાં સ્થાપિત કરાતી ગણેશજીની મૂર્તિની ઉંચાઈ પરની મર્યાદામાં મળી છૂટ

0
375

આગામી ઓગષ્ટ મહિનામાં ગણેશોત્સવની ઉલ્લાસપૂર્વક લોકો દ્વારા ઉજવણી કરવામાં આવશે ત્યારે. જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપિત કરવામાં આવતી ગણેશજીની મૂર્તિની ઉંચાઈ પર જે નિયંત્રણ હતું તે દૂર કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ગણેશોત્સવ દરમિયાન સ્થાપિત કરવામાં આવતી ગણેશજીની મૂર્તિની ઉંચાઈ પરના નિયંત્રણો દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય બાદ ગણેજીના ભક્તોમાં પણ ખુશી જોવા મળી રહી છે. મહત્વનું છે કે, કોરોનાકાળ દરમિયાન જાહેર સ્થળોએ ગણેશ સ્થાપનામાં 4 ફૂટની ઉંચાઈની અને ઘરમાં 2 ફૂટની ઉંચાઈની મૂર્તિ સ્થાપિત કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. ગયા વર્ષે 2021માં કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગણેશોત્સવ દરમિયાન જાહેર સ્થળો તથા વ્યક્તિગત ઘરોમાં ગણેશ સ્થાપનમાં મૂર્તિઓની ઉંચાઈની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. જે મુજબ, જાહેર સ્થળએ સ્થાપિત કરવામાં આવતી ગણેશજીની મૂર્તિની ઉંચાઈની મર્યાદા 4 ફૂટ અને ઘરમાં 2 ફૂટની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. હવે ગુજરાત સરકારે આ મર્યાદામાંથી છૂટ આપી છે. કોવિડ-19ના સંબંધિત નિયંત્રણો 31 માર્ચ 2022 પછી અમલમાં નથી. જેથી ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે, રાજ્યમાં આગામી ગણેશ ચતુર્થીના ઉત્સવ દરમિયાન જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપવામાં આવતી ગણેશજીની મૂર્તિની ઉંચાઈ સંબંધિત કોઈ નિયંત્રણો અમલમાં રહેશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here