ગણેશ વિસર્જન અને મહોરમના પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

0
1212

આગામી 10 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન અને મહોરમના પર્વ ઉજવવામાં આવશે. તહેવારને ધ્યાનમાં રાખીને વાહન ચાલકોને સામાન્ય વાહનવ્યવહારમાં કોઇ મુશ્કેલી ઉભી ન થાય અને ટ્રાફિક નિયમન થઇ શકે તે હેતુથી પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ગણેશ વિસર્જન અને મહોરમના તાજીયા જુલુસને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહારમાં કોઈ તકલીફ ન થાય તે માટે કેટલાક રૂટ બંધ કરાયા છે, તો કેટલાક ડાયવર્ટ કરાયા છે. 10મી સપ્ટેમ્બરે શહેરમાં મહોરમના પર્વને લઇને તાજીયા જુલુસ નીકળશે આ સમય દરમિયાન બપોરના 2 થી લઇને રાત્રીના 12 વાગ્યા સુધી કેટલાક રૂટ પર સામાન્ય વાહન વ્યવહાર બંધ રાખવામાં આવશે.

તહેવાર નિમિત્તે કેટલાક રૂટ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે

ગીતામંદિરથી રાયપુર ચાર રસ્તાથી સારંગપુર સર્કલથી કાલુપુર રેલ્વે સ્ટેશન ઇન ગેટ તરફ આવ જા કરી શકાશે નહીં
ગીતામંદિરથી સરદારબ્રીજ થઇને પાલડી તરફ જઈ શકાશે નહીં.
રેલ્વે સ્ટેશનથી સારંગપુર સર્કલથી ખમાસા, એલીસબ્રીજથી ટાઉન હોલ તરફ આવ જા કરી શકાશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here