ગાંધીનગરના સિરિયલ કિલરે ચોથી હત્યા કરી હોવાનો ભેદ ઉકેલાયો…

0
420

ગાંધીનગરમાં 3 વ્યક્તિને માથામાં ગોળી મારી હત્યા કરી લૂંટ ચલાવનારો સિરિયલ કિલર 8 મહિના બાદ ઝડપાયો હતો. ત્યાર બાદ આજે મામલે વધુ એક હત્યાનો ખુલાસો થયો છે. સિરિયલ કિલર એવા મદન ઉર્ફે મોનિશ માલીએ અમદાવાદના કઠવાડા જીઆઇડીસી પાસે વિરાટનગરમાં રહેતા વિશાલ પટેલ નામના યુવકની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. માત્ર એટલું જ નહીં, સિરિયલ કિલરે જે ત્રણ વ્યક્તિની હત્યા કર્યા બાદ ચલાવેલી લૂંટનો માલ મૃતક વિશાલ પટેલને જ વેચ્યો હતો. મદને હત્યા બાદ લાશને ગટરમાં ફેંકી દીધી હતી અને મૃતકની કારને પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી. સીઆઈડી ક્રાઈમની ટીમે હાલ મૃતકની લાશને ગટરમાંથી શોધવા તજવીજ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here