શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી અચાનક જ કેસો વધતાં ગાંધીનગર જિલ્લામાં આવતાં 14 ગામો અને કલોલ શહેરને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર કુલદીપ આર્યાએ જાહેરનામું બહાર પાડી અને 15 મે સુધી ગામોમાં બહારથી આવન-જાવન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સંપૂર્ણપણે ગામો લોકડાઉન કરવામાં આવ્યા છે. ઉપરાંત ગાંધીનગર શહેરમાં માત્ર ઘ 0, ચ 0 અને છ 0 રોડ પરથી જ પ્રવેશ આપવામા આવી રહ્યો છે. ગાંધીનગર તાલુકાના 12 ગામ, કલોલ શહેર, આરસોડિયા ગામ અને દહેગામના 1 ગામ મળી 14 ગામો હવે કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવી ગયા છે.