ગાંધીનગરમાં ત્રણ હત્યા કરનાર સિરિયલ કિલરની ધરપકડ

0
371

ગાંધીનગરમાં ત્રણ હત્યા કરનાર સિરિયલ કિલરની ધરપકડ કરાઇ છે. ATSએ સરખેજ પાસેના નાની વણજર ગામમાંથી સિરિલય કિલર મોનિષ માલીને ઝડપી પાડ્યો છે. 3 હત્યા કરાનરો આ શખ્સ સરખેજમાં છૂપાઇને બેઠો હતો. આરોપી મોનિષ મૂળ રાજસ્થાનનો હોવાની માહિતી મળી રહી છે. ત્યારે હાલ પોલીસે ગુનામાં વપરાયેલી પિસ્તોલ કબજે કરી છે. આરોપીએ બાલાજી અગોરા મોલમાં કારની અંદર રહેલી એક બેગમાંથી ચોરી કરી હતી. પિસ્તોલ સાથે 5 જીવતા કાર્ટિઝની પણ ચોરી કરી હતી. ત્યારે 5માંથી 3 કાર્ટિઝનો ઉપયોગ કર્યાનું આરોપીએ કબુલ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here