ગાંધીનગરમાં ૪૫૩ જુના સરકારી આવાસોનું રીનોવેશન હાથ ધરાશે

0
237

ગાંધીનગરમાં ખાલી પડી રહેલા ચ, છ અને જ-ટાઈપના ૪૫૩ જેટલા સરકારી
આવાસનું પાટનગર યોજના વિભાગ દ્વારા રીનોવેશન કરવામાં આવશે. રીનોવેશન
બાદ આ આવાસો કર્મચારીઓને ફાળવવામાં આવનાર છે. પાટનગરના
અલગ-અલગ સેકટરોમાં બનાવેયાલ ચ, છ અને જ પ્રકારના સરકારી આવાસોને સાડા ચાર દાયકા જેટલો સમય વીતી ગયો છે. કર્મચારીઓએ પરત સોંપેલા ૪૫૩ જેટલા આવાસોની રીનોવેશનના અભાવે
ફાળવણી કે ઉપયોગ ન થતાં બંધ હાલતમાં પડી રહ્યા છે. શહેરમાં કેટલાક જર્જરીત
આવા બહુમાળી સરકારી આવાસો તૈયાર કરવામાં આવી રહ્યા છે. છતાં અનેક
કર્મચારીઓને સરકારી આવાસ ન મળતાં વેઈટીંગની સમસ્યા હલ કરવા માટે માર્ગ
અને મકાન વિભાગ દ્વારા ખાલી પડી રહેલ આવાસોનો સર્વે કરી રીનોવેશનની
જરૂરી વિગતો મેળવવામાં આવી છે. જે પૈકી ચ, છ અને જ પ્રકારના ૪૫૩ ખાલી
આવાસોનું રીનોવેશન કરી પ્રતીક્ષાયાદીમાં રહેલ કર્મચારીઓને ફાળવણી કરાશે.