ગાંધીનગર ના સે-૬ માં કોરોના ના ૨ પોઝિટિવ કેસ સામે આવ્યા….

0
115

કોરોના નામથી જ ડર લાગવા લાગે છે ત્યારે કેરળ,કર્ણાટક સહિતના રાજ્યોમાં નવા જેએન.વન વેરિએન્ટ સાથે કોરોનાએ ફરી દેખા દિધી છે આવી સ્થિતિમાં દક્ષિણ ભારતનો ધાર્મિક પ્રવાસ કરીને પરત ગાંધીનગર આવેલી ૫૭ અને ૫૯ વર્ષની બે બહેનોને કફ, શરદી તથા ઉધરસ સહિતના લક્ષણો બે-ત્રણ દિવસથી રહેતા તેમણે ગાંધીનગર સિવિલમાં ટેસ્ટ કરાવ્યો હતો જે આજે પોઝિટિવ આવતા તબીબી વર્તુળ સહિત આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. સાથે સાથે સ્થાનિકોમાં કોરોનાની રિ-એન્ટ્રીને લઇને ભારે ફફડાટ પણ ફેલાયો છે. જો કે, આ બન્ને પોઝિટિવ બહેનોને હાલ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

કોરોનાની એક પછી એક નવી લહેરોએ ભારે તબાહિ મચાવી છે જેની આડ અસર હજુ પણ માનવ શરીરમાં દેખાઇ રહી છે ત્યારે ચિન સહિતના દેશોમાં કોરોનાએ ફરી દેખા દિધી છે એટલુ જ નહીં, કેરળ, દિલ્હી ઉપરાંત દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ નવા વેરિએન્ટ સાથે કોરોનાએ દસ્તક દિધી છે. આવી સ્થિતિમાં અન્ય રાજ્યમાં પણ વાયરલ બિમારીઓથી પિડાતા દર્દીઓમાં કોરોનાનો ભય જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં દક્ષિણ ભારતનો ધાર્મિક પ્રવાસ જઇને આવેલી સેક્ટર-૬ની બે બહેનોને ત્રણ દિવસથી ગળામાં બળતરા, કફ, શરદી તથા ઉધરસની તકલીફો રહેતી જેના પગલે આ દર્દીએ સિવિલમાં જઇને દવા-સારવાર લેવાની સાથે કોરોનાનો ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. સિવિલમાં આરટી-પીસીઆર માટે સેમ્પલ આપ્યું હતું જેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવતા સિવિલ ઉપરાંત આરોગ્ય તંત્ર પણ દોડતું થઇ ગયું હતું. સેક્ટર-૬માં રહેતી ૫૭ અને ૫૯ વર્ષની બે બહેનો કે બન્ને હાઉસ વાઇફ છે તે બન્નેને દક્ષિણ ભારતના પ્રવાસ બાદ કોરોનાનું સંક્રમણ થયું હોવાનું તબીબોનું માનવું છે. હાલ આ બન્ને મહિલા દર્દીઓને કફ,શરદી,ઉધરસ જેવા માઇલ્ડ લક્ષણો હોવાને કારણે તેમને તેમના ઘરમાં જ આઇસોલેટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમના સીધા સંપર્કમાં આવેલા બે વ્યક્તિઓને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે આ બન્ને કોન્ટેક્ટ પર્સનને પણ માઇલ્ડ લક્ષણો હોવાનું જાણવા મળી રહ્યું છે વાયબ્રન્ટ પહેલ જ ગાંધીનગરમાં કોરોના વાયરસે દેખા દેતા સ્થાનિક તંત્ર જ નહીં પણ સરકાર પણ દોડતી થઇ ગઇ છે .