ગાંધીનગર પાસેથી વિદેશી દારૂની 85 પેટી સાથે રાજકોટના બે શખ્સ ઝડપાયા…

0
1001

પીકઅડ ડાલામાં લઈ જવાતો રૂપિયા 3.48 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો પેથાપુર પોલીસે ઝડપી લઇ રાજકોટના બે શખ્સોને પકડી પાડ્યા હતાં. તેમની પાસેથી દારૂની 85 પેટી સાથે કુલ 6.64 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બન્ને સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગતો એવી છે કે પેથાપુર પીએઆઈ એ. જી. એનુરકરની ટીમના કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી પેથાપુર ચોકડીથી રાત્રે GJ-03-BV-3078 નંબરના ડાલાને અટકાવ્યુ હતું. તેમાં બેઠેલા બે શખ્સો રાજકોટના ખોડીયારનગરમાં હાજીવસાહતમાં રહેતાં રાજેશ ગોવિંદભાઈ ચાવડા (ઉં- 29) તથા હિતેષ કાળીદાસ કાપડી (ઉં-32) હોવાનું ખુલ્યુ હતું. પોલીસે પીકઅપ ડાલુ ચેક કરતાં અંદરથી 85 પેટીમાં દારૂની કુલ 1020 બોટલો મળી હતી. ત્યારે 3.48 લાખની કિંમતનો દારૂ, 3 લાખની કિંમતનું પીકઅપ ડાલુ, 3 મોબાઈલ અને રોકડા 6 હજાર મળી કુલ 6,64,500ની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here