ગાંધીનગર શહેર અને ગ્રામ્યમાં કોરોના 15 નવા કેસ

0
97

લોકડાઉન ખુલવા સમયે ગાંધીનગર શહેર અને ગ્રામ્યમાં કોરોના વાયરસના નવા દર્દીઓ સામે આવતાં આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું છે. સોમવારે શહેરમાં 9, ગ્રામ્યમાં 6 મળીને 15 નવા કેસ નોંધાવાની સાથે કુડાસણમાં વૃદ્ધાનું મોત થયું છે. સેક્ટર 24માં 5 સહિત શહેરમાં નવા 9 દર્દી નોંધાયા છે. જ્યારે ગ્રામ્યમાં દહેગામ, કલોલ, સાંતેજ, ડભોડા, અદાણી શાંતીગ્રામ અને ગિફ્ટ સિટી સહિત વિસ્તારમાં મળીને નવા 5 કેસ નોંધાયા છે. તેમાં પોલીસમેન, આરોગ્યના અને મહાપાલિકાના કર્મચારી, વેપારી અને શ્રમજીવીઓનો સમાવેશ થયો છે. વધારામાં શહેરના 4 કેસમાં દર્દીનો અમદાવાદનો સંપર્ક મળી આવ્યો છે. પાટનગરમાં નોંધાયેલા 9 કેસમાં 6 પુરૂષ અને 3 મહિલા તથા ગ્રામ્યના 6 કેસમાં 4 પુરૂષ અને બે મહિલાનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here