ગુજરાતના સ્કૂલ વાહન ચાલકો આજથી અનિશ્ચિત મુદતની હડતાળ પર

0
121

રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગથી બનેલી દુર્ઘટના બાદ રાજ્ય સરકારે સ્કૂલ વાન માટે પણ કડક નિયમો બનાવ્યા છે. રાજ્યના સ્કૂલ વાન ચાલકોએ કાયદેસરની પરવાનગી નહીં મળે ત્યાં સુધી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. તેમની હડતાળ અચોક્કસ મુદતની હશે એટલે કે તેઓ ક્યારે હળતાળ સમાપ્ત કરશે તે નક્કી નથી.સમગ્ર ગુજરાતના સ્કૂલ વાન ચાલકો આજથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાના છે. તેમણે જણાવ્યું છે કે જ્યાં સુધી સત્તાવાળાઓ પાસેથી કાયદેસરની પરવાનગી નહીં મળે ત્યાં સુધી તેમની હડતાળ જારી રહેશે. સ્કૂલ વર્ધી એસોસિએશનના આગેવાનોની રવિવારે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એસોસિએશને દાવો કર્યો હતો કે તેના સભ્યો છેલ્લા ચાર વર્ષથી તેમના વાહનો માટે ફિટનેસ પ્રમાણપત્રો અને મંજૂરીઓ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેઓ શાળા પરિવહન વાહનો માટે સરકારની નવી માર્ગદર્શિકાથી પણ અસંતુષ્ટ છે.