ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં હિમોફિલાયની દવાની અછત….

0
219

થોડા સમય પહેલા આવેલી કોરોનાની લહેરે આ સદીના લોકોને પહેલીવાર દવાની અછત બતાવી. બારેમાસ જે દવાઓ ઉપલબ્ધ રહેતી, તેના માટે લોકોને વલખા મારવા પડતા, અને પોતાના સ્વજનોને બચાવવા માટે દોડ લગાવી પડી. જો દવા ન મળે તો કોરોના મહામારીમાં કેટલાટ ટપોટપ મર્યાં છે. આવામાં ગુજરાતમાં ફરી એકવાર એક દવાની અછત સર્જાઈ છે. ગુજરાતમાં છેલ્લાં 6 મહિનાથી હિમોફિલિયાની દવા જ મળી નથી રહી. આ કારણે અનેક દર્દીઓ અટવાયા છે. જો સમયસર દવા નહિ મળે તો દર્દીઓ મોતને પણ ભેટી શકે છે. ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં છેલ્લાં 6 મહિનાથી હિમોફિલાયની દર્દીઓ માટે વપરાતા ઈન્જેક્શનનો સ્ટોક ખૂટીપડ્યો છે. રાજ્યમાં હિમોફિલિયાના ભલે 6 હજાર દર્દીઓ હોય, પરંતું જો તેમને સમયસર ઈન્જેક્શન નહિ મળે તો તેમના જીવ પર જોમખ આવી શકે છે. આ દવાની અછત માટે સરકાર જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. સરકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ દવા માટે સરકારે પૂરતી ગ્રાન્ડ ફાળવી નથી, જેથી ગત વર્ષના જુલાઈ મહિનાથી હોસ્પિટલમાં દવાની તંગી વર્તાઈ રહી છે. સાથે જ મોટી વાત એ છે કે, આ દવા એર કાર્ગો દ્વારા ડેન્માર્કથી મંગાવવામાં આવે છે. તેથી જો આ દવાની અછત થઈ તો દર્દીને જલ્દી સારવાર મળી રહેવી પણ મુશ્કેલ છે. હાલ સરકારી હોસ્પિટલોમાં દવા ન મળવાથી દર્દીઓને નાછૂટકે પ્રાઈવેટ હોસ્પિટલોમાં રૂપિયા ખર્ચીને દવા લેવી પડી રહી છે. આ ઈન્જેક્શન બહુ જ મોંઘા હોય છે. જેની કિંમત 10 હજારથી લઈને 80 હજાર સુધીની હોય છે. હાલ સરકારી હોસ્પિટલોમાં હિમોફિલિયાનું એકમાત્ર સેન્ટર સોલા સિવિલમાં છે. જ્યાં હિમોફિલિયાના 100 જેટલા બાળકો સહિત 260 દર્દીઓ એ આશાએ બેઠા છે કે, તેમને જલ્દી ઈન્જેક્શન મળે. પરંતુ સરાકર દ્વારા દવા માટે રૂપિયા છુટ્ટા ન કરાતા દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

હિમોફિલિયા એક એવી બીમારી છે, જે સંતાનોને જન્મજાત મળે છે. મોટા ઉઝરડા, સ્નાયુ સાંધામાં રક્તસ્ત્રાવ, કારણ વગર રક્તસ્ત્રાવ વગેરે આ બીમારીના લક્ષણો છે.