ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાવાની છે અને એને માટે રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. બીજેપી પોતાનું રાજ ટકાવી રાખવા માટે પૂરેપૂરી કોશિશ કરી રહી છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ પણ આ રાજ્યમાં નોંધપાત્ર બેઠક મેળવવા માટેના પ્રયાસ શરૂ કરી દીધા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો વિરોધ-પ્રદર્શન કરીને રાજ્ય સરકારને મુશ્કેલીમાં મૂકવાની કોશિશ કરી રહ્યા છે. કૉન્ગ્રેસે રાજ્યમાં એનું સુકાન બદલ્યું છે. થોડા સમય પહેલાં કૉન્ગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની જાહેરાત કરવામાં આવી હતી.
નિર્ધારિત કાર્યક્રમ મુજબ ડિસેમ્બર ૨૦૨૨માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જોકે એ પહેલાં જ ચૂંટણી યોજાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.