ગુજરાતમાં પાંચ અધિકારીઓના ફરીથી થશે મેડિકલ ટેસ્ટ…

0
129

ગુજરાત સરકારે પાંચ અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ કરવાના આદેશ આપતા વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ખોટા દિવ્યાંગ સર્ટિફિકેટના આધારે સિવિલ સર્વિસમાં ભરતી થયાની રજૂઆતના પગલે ફરીથી તપાસ શરૂ કરવામાં આવી છે.

પૂજા ખેડકરે કથિત રીતે સનદી સર્વિસમાં જોડાવા માટે પોતાનું વિકલાંગતા પ્રમાણપત્ર બનાવટી બનાવ્યું હતું. આ ઘટસ્ફોટ બાદ મહારાષ્ટ્રની અમલદારશાહી અને સરકારના કોરિડોરમાં ખળભળાટ મચી ગયો હતો.મહારાષ્ટ્રની IAS મહિલા અધિકારી પૂજા ખેડકરનો મામલો સામે આવ્યા પછી રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. એઈમ્સ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ થઈ શકે છે.

સૂત્રો મુજબ ગુજરાતના પાંચ IAS અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. ખોટા દિવ્યાંગ સર્ટિફિકેટના આધારે સિવિલ સર્વિસમાં ભરતી થયાની રજૂઆતના પગલે ફરીથી તપાસ શરૂ કરવામાં આવી છે. પાંચ અધિકારીઓના પૈકી એક IAS અધિકારી રાજ્ય સરકારના વહીવટી તંત્રમાં ટોચ પર ફરજ બજાવે છે. જો આ મેડિકલ તપાસમાં આ તમામ અધિકારીઓ અનફિટ જાહેર થાય તો નોકરી પણ જતી રહે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.