ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી : ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ

0
184

કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદથી એક પછી એક રાજ્યોમાં વરસાદનું આગમન થઇ રહ્યું છે. હજુ તો ગઇકાલે જ મહારાષ્ટ્રમાં પણ વરસાદની એન્ટ્રી થઇ હતી ત્યાં આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે હજુ ગઇ કાલે જ આગાહી કરી હતી કે આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે ત્યાં છોટા ઉદેપુરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યો હતો. હાલમાં છોટા ઉદેપુરમાં ઘણી જગ્યાએ ધોધમાર તો ઘણી જગ્યાએ ધીમી ધારે મેઘરાજા વરસી રહ્યા છે. બીજી બાજુ સુરતના ઓલપાડ તાલુકામાં પણ વરસાદ પડ્યો છે.