લીમખેડાના મોટા હાથીધરા ખાતે દાહોદ, પંચમહાલ અને મહિસાગર જીલ્લાના આદિવાસી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. રાજ્યના શિક્ષણ અને આદિજાતિ મંત્રી ડૉ.કુબેર ડિંડોરના અધ્યક્ષ સ્થાને આ મહાસંમેલન આયોજિત કરાયું હતું. જેમાં આદિવાસી સમાજમાં લગ્નમાં દીકરીઓના દહેજ, દારૂ અને ડીજે પર પ્રતિબંધની માંગ કરવામા આવી છે. એક તરફ શિક્ષણનું સ્તર ઓછું અને બીજી તરફ હોળી બાદ લગ્ન સીઝન શરુ થતી હોઈ દહેજ પ્રથા બંધ કરવા હાકલ કરાઈ. લગ્નમાં થતા ખોટા ખર્ચને પગલે સમાજ દેવાના બોજના પગલે મોટા શહેરો તરફ મજુરી માટે હિજર કરતા ચિંતા વિષય બન્યો છે. દિકરી ના લગ્નમાં દહેજ, દારુ અને ડીજેના ખોટા ખર્ચને બદલે આદિવાસી સમાજની સંસ્કૃતિ મુજબ લગ્ન કરવા અપીલ કરાઈ.પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના ભીલ સમાજ પંચે આજે મોટા હાથીધરા, લીમખેડા ખાતે એક મહત્વપૂર્ણ મહાસંમેલનનું આયોજન કર્યું. આ સંમેલનમાં સમાજમાં પ્રવર્તમાન કુરિવાજો સામે મોટો નિર્ણય લેવામાં આવ્યા છે.