ગુજરાતમાં વિદ્યાર્થીઓની સંખ્યા ‘જીરો’ હોય તેવી શાળાઓ તાત્કાલિક બંધ કરવા આદેશ

0
1010

ગુજરાત શિક્ષણ વિભાગે 2 ઓગસ્ટ, 2025ના રોજ એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરીને તમામ ડિસ્ટ્રિક્ટ પ્રાથમિક એજ્યુકેશન ઓફિસર (DPEO) અને કોર્પોરેશન સ્કૂલોના શાસનાધિકારીઓને સૂચના આપી છે. આ પરિપત્રમાં કડક આદેશ આપવામાં આવ્યો છે કે, જે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય હોય, તેવી શાળાઓ તાત્કાલિક અસરથી બંધ કરવી પડશે. જો આ આદેશનું પાલન ન થાય, તો સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPEO) અને DPEO સહિતના અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે.પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ શાળા પ્રવેશોત્સવ પૂર્ણ થયા બાદ, 31 જુલાઈ, 2025ની કટ ઑફ ડેટને આધારે તમામ DPEO અને શાસનાધિકારીઓને વિદ્યાર્થીઓની સંખ્યા અપડેટ કરવાની સૂચના આપી છે. આ નીતિ હેઠળ: