ગુજરાતમાં શાંત પડેલું ચોમાસું ફરી સક્રિય….

0
247

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં શાંત પડેલું ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું છે. રાજ્યમાં ફરી એકવાર ત્રણ દિવસ માટે વરસાદી માહોલ જામશે. શું છે ચોમાસાના નવા રાઉન્ડ પાછળના કારણો અને કયા જિલ્લા ફરી તરબોળ થઈ શકે છે તેવો સૌને સવાલ છે.  રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે. આજથી વરસાદની ગતિમાં વધારો થશે. બે દિવસ પછી રાજ્યભરમાં વરસાદ રહેશે.

રાજ્યના તમામ ભાગોમાં મધ્યમથી ભારે વરસ્યા બાદ શ્રાવણમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. ખેડૂતો અને સામાન્ય લોકોની ઈંતેજારીનો અંત આવ્યો છે. હવામાન વિભાગનું માનીએ તો 19થી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ફરી વરસાદ પોતાનું જોર બતાવશે.