ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત….

0
323

રાજકોટમાં હાર્ટ એટેકથી 19 વર્ષીય યુવકનું મૃત્યુ નિપજ્યું છે. 19 વર્ષીય આદર્શ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ પરિવારજનો તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આજકાલ યુવાનોમાં હાર્ટ એટેકના વધુ કેસો આવી રહ્યા છે. ક્રિકેટ રમતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક અને ઘટનાસ્થળે જ મૃત્યુના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આવામાં  એટેકથી જીવ ગુમાવ્યો છે. ચોંકાવનારી વાત એ હતી કે તે હજુ માત્ર 19 વર્ષનો હતો.

આપને જણાવીએ કે, રાજકોટમાં હાર્ટ એટેકથી 19 વર્ષીય યુવકનું મૃત્યુ નિપજ્યું છે. 19 વર્ષીય આદર્શ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ પરિવારજનો તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું.  યુવકના અવસાનથી પરિવાર ગમગીન થી ગયો હતો. જુવાન આદર્શનો પરિવાર તેની અચાનકની અલવીદાથી શોકમાં સરી પડ્યો હતો. પરિવાર માટે આ સમાચાર કોઈ વજ્રઘાતથી ઓછા ન હતા.