ગુજરાત આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે બીજી વાર પ્રથમ ક્રમે

0
161

રાજ્ય આરોગ્ય વિભાગે ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સરકારના નીતિ આયોગ દ્વારા તાજેતરમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) ઇન્ડેક્સનો ચોથો રિપોર્ટ રિલીઝ કરવામાં આવ્યો છે. જેમા ગુજરાત રાજ્યએ ગોલ નંબર ત્રણ – આરોગ્ય અને સુખાકારીમાં રાજ્યોની શ્રેણીમાં સતત બીજા વર્ષે પ્રથમ રેન્ક મેળવી ઉચ્ચસ્થાન હાંસલ કર્યું છે.

આ ગૌરવપૂર્ણ સિધ્ધી માટે રાજ્યના આરોગ્યમં ઋષિકેશ પટેલે રાજ્યના તમામ હેલ્થકેર વર્કર્સની ફરજનિષ્ઠાને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ સિધ્ધિ રાજ્યના તમામ હેલ્થકેર વર્કર્સના પ્રયાસોને સમર્પિત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સ અંતર્ગત નીતિ આયોગ દ્રારા વિશ્વ કક્ષાએ નક્કી કરેલા વિકાસના 17 ગોલમાં તમામ રાજ્યો અને યુનિયન ટેરિટરીઝમા પ્રગતિનું આલેખન વિવિધ સૂચકાંકોમાં સિધ્ધિઓનુ સ્કોરીંગ કરી સાપેક્ષ રેન્ક મારફતે પ્રસિદ્ધ કરે છે.