ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત…

0
175

ગુજરાતમાં સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. આ ભરતી અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ખેતી મદદનીશની 436 જગ્યાઓ ભરવામાં આવશે. આ સાથે જ બાગાયત મદદનીશની 52 જગ્યાઓ અને અતિથિ ગૃહમાં મેનેજરની 14 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. યોગ્ય શેક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 01/07 થી 20/07/2024 સુધીમાં OJAS પર online application મંગાવવા આજે GSSSBની સત્તાવાર વેબસાઈટ પર 15.00 કલાકે નોટિફિકેશન મુકવામાં આવશે.