ગુજરાત પેટા ચૂંટણી : ઉમેદવારોના ફાઈનલ નામ શ્રાદ્ધ બાદ

0
540

ગુજરાતમાં પેટાચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ગુજરાતમાં આગામી 21 ઓક્ટોબરે 6 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે હાલ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ઉમેદવારોના નામ પર ચર્ચાવિચારણા કરી રહ્યું છે. ત્યારે પેટા ચૂંટણીઓના ઉમેદવારોને લઈને અમિત શાહે બેઠક યોજી હતી. જેમાં પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડે મોકલેલા નામો પર ચર્ચા થઈ હતી. જોકે, હાલ ઉમેદવારોના નામની જાહેરાત હમણાં નહિ થાય. ત્યારે જાણવા મળ્યું છે કે, ભાજપના ઉમેદવારો 30 સપ્ટેમ્બરે ઉમેદવારી કરશે. ભાજપના 6 બેઠકો પર ઉમેદવારોના નામ માટે ગઈકાલે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગઈકાલે મનોમંથન કર્યું હતું. 21 ઓક્ટોબરે દેશભરની 60 જેટલી બેઠકોની પેટાચૂંટણી યોજાઈ રહી છે. તમામના ઉમેદવારોના નામના મંથન વિશે દિલ્હીમાં ચર્ચા ચાલી રહી છે. જેમાં ગુજરાતની 6 બેઠકોની પણ ચર્ચા થશે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે નામ હતા એ નામ દિલ્હી મોકલવામાં આવ્યા છે. આ નામો પર અમિત શાહ મહોર મારશે. અમિત શાહ ઉમેદવારોના નામ વિશે પ્રદેશ પ્રભારી ઉપેન્દ્ર યાદવ સાથે ચર્ચાવિચારણા કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here