ગૉસિપનો વિષય બનવો ગમે છે: કરીના કપૂર ખાન

0
730

કરીના કપૂર ખાનને પોતાનાં પર ગૉસિપ કરવામાં આવે એ ગમે છે. કરીના ક્યારેક કૂલ તો ક્યારેક ગુસ્સામાં ઉશ્કેરાઈ પણ જાય છે. તૈમુર અલી ખાનની મમ્મી બન્યા બાદ એક કૅરિંગ મૉમની સાથે કરીનાએ પ્રોફેશનલ અને પર્સનલ લાઇફમાં બેલેન્સ જાળવી રાખ્યું છે. એક ઇન્ટરવ્યુમાં રૅપિડ-ફાયર રાઉન્ડમાં તેને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા. એમાંથી એક સવાલ હતો કે શું તારા પર ગૉસિપ કરવામાં આવે એ ગમે કે પછી તારા વિશે કોઈ ચર્ચા ના કરે એ ગમે? જોકે પહેલો ઑપ્શન પસંદ કરતાં કરીનાએ કહ્યું હતું કે ‘જો લોકો તમારા વિશે ચર્ચા કરે એનો અર્થ એ કે તમે ઇમ્પોર્ટન્ટ છો. આ કંઈ એવી બાબત નથી કે લોકો તમારા વિશે જે પણ ચર્ચા કરતા રહેશે એના પર ધ્યાન ન આપતા રહીએ?’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here