ગોડાઉનમાંથી ૪૨ લાખના પુસ્તકો ગુમ થવાની ઘટના : ચોરી કે કૌભાંડ …?!

0
862

ગાંધીનગરમાં સે.૨૫ ખાતે આવેલા પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી ૪૨ લાખની જંગી
રકમની કિંમતના પુસ્તકોની ચોરીના બનાવથી ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે ફરિયાદ
નોંધાતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ સરકારના
પાસદર્શકતાના દાવાઓ વચ્ચે મગફળી કૌભાંડ, બિનસચિવાલય કારકુન પરીક્ષા, ભરતીઓમાં
ગોટાળા સહિતના અનેક કૌભાંડોની પરંપરામાં નોંધાયેલા આ પુસ્તક ચોરીના કૌભાંડમાં અંદરની જ વ્યક્તિઓ સંડોવાયેલી હોવાની શંકા સેવાઈ રહી છે. ગોડાઉનના સ્થળની સમીક્ષા કરતાં ઓછા સમયગાળામાં જૂજ ઇસમો દ્વારા ૪૨ લાખની જંગી કિંમતના ૪૧ હજાર જેટલા પુસતકોની ચોરી થવાની શક્યતા જ ન હોવાથી આ શંકા વધુ મજબૂત બની છે અને પોલીસે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને અંદરના જ વ્યક્તિઓની સંડોવણીના આધારે તપાસ શરૂ કરી છે. એક તરફ પોલીસ દ્વારા અધિકારીઓ, કર્મચારીઓ, ગોડાઉનના સિક્યોરિટી ગાર્ડસના નિવેદનો લેવાઈ રહ્યા છે તો સરકાર તરફ પણ આંતરિક તપાસ હાથ ધરી ગોડાઉનના મેનેજર સહિત ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરી ૧૮ કર્મચારીઓની
બદલી કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા ટૂંક સમયમાં જ ચોરીનો બેદ ખોલી દેવાની સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here