ગોલ્ડન આઉટફિટમાં ગ્લેમરસ અંદાજમા દેખાઈ મલાઈકા અરોરા

0
431

કુછ તો બાત હૈ હસીના મેં… બધાની નજર વારંવાર મલાઈકાના સ્ટાઈલિશ અંદાજ પર અટકી જાય છે.. ફરી એક વાર મલાઈકા ગ્લેમરસ અંદાજમાં જોવા મળી..મલાઈકા અરોરા ફરી એકવાર મુંબઈના બાંદ્રામાં જોવા મળી જ્યાં હસીનાની સ્ટાઈલ જોવા જેવી હતી. મલાઈકા ગોલ્ડન કલરના આઉટફિટમાં અદ્ભુત લાગી રહી છે.ગોલ્ડન ડ્રેસમાં મલાઈકા ખુબ જ ગ્લેમરસ લાગી રહી છે અને તેની ક્યૂટ સ્માઈલે લોકોના દિલ જીતી લીધા.. કોઈપણ મેકઅપ અને જવેલરી વિના મલાઈકાની આ નેચરલ બ્યુટી અને સિમ્પલ લુક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે..આ પહેલીવાર નથી જ્યારે મલાઈકાએ પોતાની સ્ટાઈલથી લોકોના દિલ જીત્યા હોય, પરંતુ આ તેની પહેચાન છે. આજે પણ મલાઈકા બોલિવૂડમાં સ્ટાઈલ ડિવા તરીકે ઓળખાય છે.