ફેઈથ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ નો ટોબેકો ડે’ નિમિતે સાઇકલોથોન નું આયોજન

0
138

ફેઈથ ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગરના સરકારી આયુર્વેદિક હોસ્પિટલ માં ‘ વર્લ્ડ નો ટોબેકો ડે’ નિમિતે યોજાયેલી સાઇકલોથોન નો આજે તૃતીય દિવસે જનજાગૃતિ નો કાર્યક્રમ.

ફેઇથ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 31 મે વર્લ્ડ નો ટોબેકો ડે ની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષની થીમ ‘WE NEED FOOD NOT TOBACCO’ ને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા 13 મે થી 17 મે 2023 દરમિયાન મહેસાણા થી વડોદરા સુધીનો સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 13 મે ના રોજ મહેસાણા જિલ્લાના કડી ગામથી નીકળીને 14 મે ના રોજ ગાંધીનગરના કલોલ ગામ અને રૂપાલ ગામમાં ટોબેકો ફ્રી વર્ક પ્લેસ અને સ્મોક ફ્રી વિલેજ માટે જન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા સાથે – સાથે નાટક દ્વારા COTPA એક્ટની સમજ આપવામાં આવી હતી
આજ રોજ ગાંધીનગરના સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં જન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ડૉ. કથીરા ડેપ્યુટી ડાયરેક્ટ આરોગ્ય વિભાગ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ડૉ. અનિલ ચૌહાણ IMA ગાંધીનગર તથા ગુજરાત એસેમ્બલી નાં ડૉક્ટર, નહેરુ યુવા કેન્દ્ર સંસ્થાના શ્રીમતિ મનીષા શાહ – સ્ટેટ ડાયરેક્ટર, શ્રીમતિ ચેતના જાની ડાયરેક્ટર – આયુષ , ડૉ. મુકેશ પટેલ STCP ટોબેકો પ્રોગ્રામ ઇન્ચાર્જ, ડૉ. દિનેશ બારોટ TB ઓફિસર આણંદ, ડૉ. સંગીતા જોશી વૈદ પંચકર્મ અને એમનો સ્ટાફ, ફેઇથ ફાઉન્ડેશનના 60 જેટલાં વોલેન્ટર્સને ચીફ ગેસ્ટ દ્વારા સ્વાસ્થ્ય અને વ્યસન મુક્તિ સંબંધિત ચર્ચા કરવામાં આવી. તેમણે વ્યસન છોડવા અને દૂર રહેવા માટે મનોબળ મક્કમ કરી યોગા જેવા ઉપચારો બતાવ્યા.
આ કાર્યક્રમમા COTPA એક્ટ 2003, પર સ્કીટ અને પોસ્ટર પ્રદર્શન કરી જનજાગૃતિ ફેલાવવામાં આવી અને અંતે આવેલા મહાનુભાવના હસ્તે સાઇકલોથોન નું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું સાયકલ લિસ્ટ ગાંધીનગર થી અમદાવાદ જવા તરફ નીકળ્યા