ઘ-૪ અને ગ-૪ ખાતે અંડરપાસના કારણે ટ્રાફિક ડાયવર્જન અંગે

0
659

ગાંધીનગર શહેરના હાર્દ સમા વિસ્તાર ઘ-૪  અને ગ-૪ ખાતે  અંડરપાસ રોડ બનાવવામાં આવનાર છે. આ કામગીરી માટે ટ્રાફિક નિયમન, પાર્કિગ વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે વાહન વ્યવહારનું ડાયવર્ઝન આપતું જાહેરનામું અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ગાંધીનગર  દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ગાંધીનગર શ્રી એચ.એમ.જાડેજાએ જણાવ્યું છે કે, ઘ – રોડ ઉપર ઘ-૪ ખાતે અંડરપાસ રોડ બનશે. ગ- રોડ ઉપર પણ ગ-૪ પાસે રોડ બનાવવાનો છે. આ કામગીરી માટે ટ્રાફિક નિયમન, પાર્કિંગ વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જાહેરનામા તા. ૦૭ ડિસેમ્બર, ૨૦૧૯ થી છ માસ સુઘી ઘ- રોડ પરના ઘ-૪ થી ઘ-૩, ઘ-૫ સુઘી તથા ગ- ૪-૫ ઘ-૪ સર્કલથી બંને બાજુ ૪૦૦-૪૦૦ મીટર ( ઉત્તર-દક્ષિણ) થી સેકટર-૧૬ કટ પાસેથી ગ-૩-૫, ૧૨/૧૩ ક્રોસ રોડ સુઘી તમામ વાહન વ્યવહારના પ્રવેશ પર પ્રતિબંઘ કરવા તેમજ વૈકલ્પિક માર્ગ પર વાહન વ્યવહાર ને ડાયવર્ટ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

છ માસ દરમ્યાન વાહન વ્યવહારનું ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. જેમાં ઘ-રોડ ઉપર ઘ-૫ તરફી ઘ-૩ તરફ જતા વાહનો ચ-૫ થઇ ચ-રોડ ઉપર થઇ જઇ શકે અને ગ-૫, ખ-૫ થઇ જઇ શકે તે પ્રમાણે ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ગ – રોડ ઉપર નાના ગ-૫ થી મોટા ઘ-૫, ચ-૫ થઇ ચ-રોડ પર વાહનો જઇ શકે અને તે ખ-૫ થઇ જઇ શકે તે પ્રમાણે ડાયવર્ટ કરવા. ઘ-૩ થી ઘ-૫ તરફ આવનાર વાહનો ચ-૩ થઇ ચ- રોડ ઉપર જઇ શકે તેમજ ઘ-૩ થઇ ગ-૩ થઇ ખ-૩ થઇ જઇ શકે તે પ્રમાણે ડાયવર્ટ કરવાનું જણાવ્યું છે. ઘ-૩ થી ઘ-૫ તરફ આવનાર વાહનો ચ-૩ થઇ ચ-રોડ ઉપર જઇ શકે તેમજ ઘ-૩ થઇ ગ-૩ થઇ ખ-૩ થઇ જઇ શકે તે પ્રમાણે ડાયવર્ટ કરવા તથા ગ-૩ થી ગ-૫ તરફ આવનાર વાહનો ખ-૩ થઇ ખ-રોડ પર વાહનો જઇ શકે તેમજ ઘ-૩ સર્કલ થી ચ-૩ સર્કલ થી ચ-રોડ ઉપર જઇ શકે તે પ્રમાણે ડાયવર્ટ કરવાના રેહશે. તે ઉપરાંત ટાઉનહોલ તથા નાયબ વનસંરક્ષક અઘિકારીશ્રીની કચેરી, સેકટ-૧૭ જવા માટે ચ-રોડ થઇ દફતર ભંડાર આગળ થઇ જતો રોડ આવવા જવા માટે ઉપયોગ થઇ શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here