Home Hot News ચૂંટણી પંચે TMC, NCP અને CPIનો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવી લીધો

ચૂંટણી પંચે TMC, NCP અને CPIનો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવી લીધો

0
182

ચૂંટણી પંચે સોમવારે ત્રણ પાર્ટીઓ પાસેથી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવી લીધો છે. ચૂંટણી પંચે ટીએમસી, સીપીઆઈ અને એનસીપી પાર્ટી પાસેથી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવી લીધો છે. તો વળી આયોગે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપ્યો છે.ચૂંટણી પંચે ગત ચૂંટણી દરમ્યાન આ પાર્ટીને મળેલા વોટ અને ચૂંટવામાં આવેલા જનપ્રતિનિધિઓના આધાર પર આ નિર્ણય લીધો છે. આ વિષય પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચે સોમવારે સાંજે આ આંકડા જાહેર કર્યા છે અને રાષ્ટ્રીય અને ક્ષેત્રિય પાર્ટીઓનો દરજ્જો છીનવી લીધો છે.તૃણમૂલ કોંગ્રેસ, કમ્યુનિષ્ટ પાર્ટી ઓફ ઈંડિયા અને નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી પાસેથી રાષ્ટ્રીયનો દરજ્જો પરત ખેંચો લીધો છે. તો વળી બીજી તરફ અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીને ચૂંટણી પંચે મોટી રાહત આપી છે અને હવે તે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે.

ચૂંટણી પંચે તમામ પાર્ટીના રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના દરજ્જાને મળવાની નવી યાદી જાહેર કરી છે. ત્રિપુરામાં હાલમાં જ થયેલી ચૂંટણીમાં પોતાની વોટ બેન્કનો દમ દેખાડનારી ત્રિપુરા મોથા પાર્ટીને રાજ્ય સ્તરની પાર્ટીનો દરજ્જો આપ્યો છે.