ચોથી માર્ચે આવશે સંજય દત્તની ‘તુલસીદાસ જુનિયર’

0
538

સંજય દત્ત અને રાજીવ કપૂરની ‘તુલસીદાસ જુનિયર’ ૪ માર્ચે રજૂ થશે. આ ફિલ્મમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ વરુણ બુદ્ધદેવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેને મૃદુલ દ્વારા ડિરેક્ટ અને આશુતોષ ગોવારીકર અને ભૂષણકુમાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ એક ઇન્સ્પાયરિંગ હ્યુમન સ્પોર્ટ્સ ડ્રામા છે. આ ફિલ્મની રિલીઝ-ડેટ ૪ માર્ચ જાહેર કરવામાં આવી છે જેની ટક્કર અમિતાભ બચ્ચનની ‘ઝુંડ’ સાથે થશે. આ ફિલ્મ રાજીવ કપૂરની છેલ્લી ફિલ્મ હોવાથી કપૂર-ફૅમિલી માટે સ્પેશ્યલ સ્ક્રીનિંગ હાલમાં રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મને ઑનલાઇન કે ​થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવે એ વિશે કોઈ જાહેરાત કરવામાં નથી આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here