RRR ના ‘નાટુ નાટુ’ સોંગને બેસ્ટ ઓરિજિનલ સોંગનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો

0
229

પ્રતિષ્ઠિત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સની 80મી શ્રેણી અમેરિકામાં હાલ ચાલુ છે. એવોર્ડ સમારોહ કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સસ્થિત બેવર્લી હિલ્ટનમાં યોજાયો છે. રેડ કાર્પેટ પર આ વખતે ભારતથી પણ લોકો સામેલ થયા છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ જીતવાની રેસમાં દુનિયાભરની ફિલ્મો મુકાબલો કરી રહી છે. આ બધા વચ્ચે એક સારા સમાચાર એ આવ્યા છે કે RRR ના ‘નાટુ નાટુ’ સોંગને બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ મળ્યો છે. જૂનિયર એનટીઆર, રામચરણ અને આલિયા ભટ્ટની આ ફિલ્મની આ મોટી સફળતા કહી શકાય.

જૂનિયર એનટીઆર, રામચરણ અને આલિયા ભટ્ટની આ ફિલ્મની આ મોટી સફળતા કહી શકાય. RRR ગત વર્ષની સૌથી શાનદાર અને દમદાર બિઝનેસ કરનારી ફિલ્મોમાંથી એક છે. વર્ષના અંતથી આ ફિલ્મને અનેક આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ માટે નોમિનેશન મળવા લાગ્યું હતું.

એસએસ રાજામૌલીની ફિલ્મ RRR હકીકતમાં બે કેટેગરી માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં નોમિનેટ થઈ છે. આ નોન ઈંગ્લિશ લેંગવેજ અને બેસ્ટ ઓરિજિનલ સોંગ મોશન પિક્ચર માટે નોમિનેટ થઈ છે. અત્રે જણાવવાનું કે 2023 માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે નોમિનેશન્સની જાહેરાત 12 ડિસેમ્બર 2022ના રોજ થઈ હતી. ગોલ્ડન ગ્લોબનો 80મો એવોર્ડ સમારોહ અમેરિકાના કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સ સ્થિત બેવર્લી હિલ્ટન ખાતે યોજાયો.