છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 11 કેસ નોંધાયા : કોરોનાના કુલ 186 કેસ

0
159

રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. આ કોરોનાના કુલ સાત નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 11 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ 186 કેસ પોઝિટિવ છે. જ્યારે અત્યારસુધી 16 લોકો કાતિલ કોરોનાનો શિકાર બન્યા છે. આજે વડોદરામાં પાંચ અને ભાવનગરમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પહેલા સુરતમાં 1, વડોદરામાં એક અને ભાવનગરમાં 2 નવા કેસ સામે આવ્યા હતા. જિલ્લાવાર પોઝિટિવ કેસની સંખ્યા આ પ્રમાણે છે. અમદાવાદ – 83 (5-મોત), સુરત – 23 (4-મોત), રાજકોટ – 11, વડોદરા -18 (2-મોત), ગાંધીનગર – 13, ભાવનગર – 18 (2-મોત), કચ્છ – 2, મહેસાણા – 2, ગીર સોમનાથ – 2, પોરબંદર – 3, પંચમહાલ – 1 (1-મોત), પાટણ – 5 (1-મોત), છોટા ઉદેપુર – 1, જામનગર – 1 (1-મોત), મોરબી – 1, આણંદ – 1, સાબરકાંઠા – 1.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here