છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસી મેઘ મહેર

0
151

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 168 તાલુકામાં મેઘ મહેર થઇ છે. 100 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. 55 તાલુકામાં 1 ઇંચથી 6 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.8 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વલસાડમાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ગણદેવી, ખેરગામ, અને નવસારીમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. નવસારીના ચીખલી અને વલસાડના પારડીમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.