જર્સીમાં શાહિદ સાથે જોવા મળશે પપ્પા પંકજ કપૂર

0
636

પંકજ કપૂર ‘જર્સી’માં શાહિદ કપૂર સાથે જોવા મળશે. ‘જર્સી’ તામિલની આ જ નામની હિટ ફિલ્મની હિન્દી રીમેક છે. ફિલ્મમાં મૃણાલ ઠાકુર પણ જોવા મળશે. આ ફિલ્મને ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર ગૌતમ તિનાનુરી જ ડિરેક્ટ કરવાના છે. ઇન્ડિયન ક્રિકેટ પર આધારિત આ ફિલ્મમાં પંકજ કપૂર, શાહિદના કોચની ભૂમિકા ભજવે એવી શક્યતા છે. આ ફિલ્મમાં સામેલ થવા વિશે પંકજ કપૂરે કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં જોડાવાથી હું ખૂબ ખુશ છું. ‘જર્સી’ની સ્ટોરી સ્ટ્રૉન્ગ અને ઇમોશનથી ભરપૂર છે. શાહિદ સાથે કામ કરવું હંમેશાંથી ઇન્ટરેસ્ટિંગ રહ્યું છે. જે રીતે તે ઇમોશન્સને પડદા પર સાકાર કરે છે એનો હું હંમેશાંથી પ્રશંસક રહ્યો છું.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here