‘જવાન’નો મારો ટાલિયો લુક મારી આળસનું પરિણામ છે : શાહરુખ

0
244

શાહરુખ ખાન તેની ‘જવાન’માં ટાલિયા લુકમાં પણ જોવા મળી રહ્યો છે. એ લુકને તે તેની આળસનું પરિણામ જણાવે છે. આ ફિલ્મ સાત સપ્ટેમ્બરે રિલીઝ થઈ છે. ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. ફિલ્મ બૉક્સ-ઑફિસ પર રેકૉર્ડ બનાવી રહી છે. આ ફિલ્મને સાઉથના એટલીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં ટાલિયો લુક વિશે શાહરુખે કહ્યું કે ‘મારો ટાલિયો લુક સ્ક્રિપ્ટનો ભાગ નહોતો. મારે તો એનો ગેટ-અપ કરવાનો હતો. એથી મારી આળસને કારણે રિયલમાં હું ટાલિયો થયો હતો. મેં જણાવ્યું કે મારે બે કલાક મેકઅપમાં નથી વેડફવા. તો શું હું ટાલિયો થઈ શકુ છું? આવી રીતે એ લુક આવ્યો હતો. મેં એનો પ્રોમો મારા કેટલાક ફ્રેન્ડ્સને દેખાડ્યો હતો અને તેમણે જણાવ્યું કે ‘અરે યાર! આ ખૂબ ડરામણું લાગે છે, છોકરીઓને તુ પસંદ નહીં પડે.’ આશા છે કે યુવતીઓને હું ગમું છું. મને બાલ્ડ યુવતીઓ પણ ગમે છે.’