જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું મુંબઈમાં નિધન

0
1151

પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાનનું મુંબઈના બાંન્દ્રા સ્થિત ગુરૂ નાનક હોસ્પિટલમાં નિધન થયું છે. 17 જૂને શ્વાસ લેવામાં થતી તકલીફના લીધે હોસ્પિટલમાં દાખલ થયેલા સરોજ ખાન શુક્રવારે આજે સવારે 1.52 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ પામ્યા છે. કોરિયોગ્રાફર સરોજ ખાન ડાયાબિટીસ અને બીજી બિમારીથી ઝઝૂમી રહ્યા હતા. એમનો કોરોના ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો હતો. તેઓ 72 વર્ષના હતા. હવે મુંબઈના ચારકોપ કબ્રિસ્તાનમાં તેમના સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.

સરોજ ખાનના પરિવારમાં પતિ બી. સોહનલાલ, દીકરો હામીદ ખાન અને પુત્રી હિના ખાન અને સુકના ખાન છે. ત્રણ વર્ષની ઉંમરે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ શરૂ કરનાર સરોજ ખાનને 1974માં ‘ગીતા મેરા નામ’ સાથે સ્વતંત્ર કોરિયોગ્રાફર તરીકે પહેલો બ્રેક મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here