જામનગર ઉત્તરમાંથી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ટિકિટ

0
297

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ દ્વારા તેમના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી પહેલા વડાપ્રધાન મોદી અને શાહની હાજરીમાં CM ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલની બેઠક થઈ હતી.જામનગર ઉત્તર બેઠક પરથી ધમેન્દ્રસિંહ મેરુભા જાડેજા(હકુભા)ને  ટિકિટ આપવામાં આવી નથી. તેની જગ્યાએ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ  આપવામાં આવી છે.હકૂભા જાડેજા જામનગર ઉત્તરમાંથી મજબૂત ઉમેદવાર હતા તેઓ મોટું માથું માનવમાં આવતા હતા પરંતુ તેઓ ઉપર ક્રીમિનલ કેસ સહિતના આક્ષેપોના કારણે તેઓની ટિકિટ કપાઈ છે અને ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની પત્ની રિવાબાને ટિકિટ મળી છે.ગુજરાત વિધાનસભાની ચુંટણીની જાહેરાત પહેલા જામનગર ભાજપના ધારાસભ્ય હકુભાને સૌથી મોટો ફટકો પડ્યો હતો, કારણ કે હાઇકોર્ટે ક્રિમિનલ કેસમાં હકુભાને  રાહત આપવાનો ઇન્કાર કર્યો છે. એક બાજુ જામનગર ઉત્તર બેઠક પર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા દાવેદાર છે.