જિલ્લામાં ઇસનપુર ડોડિયાના યુવાનનું કોરોનાથી મોત

0
72

દહેગામ તાલુકાના ઇસનપુર ડોડિયાના 35 વર્ષીય યુવાન બે દિવસમાં જ કોરોનાની સામે જંગ હારી જતા અવસાન થયું છે. યુવાનના મોતથી જિલ્લામાં કોરોનાથી મોતનો આંકડો પાંચ થયો છે. ગત રવિવારે કોરોનાથી મૃત્યુ થનાર અડાલજના 66 વર્ષીય વૃદ્ધના પરિવારની ચાર વ્યક્તિઓ કોરોનામાં સપડાઇ છે. મૃતક વૃદ્ધની 92 વર્ષીય માતા, 60 વર્ષીય પત્ની, 32 વર્ષીય પૂત્ર અને 30 વર્ષીય પૂત્રી, વડસરનો 47 વર્ષીય એરફોર્સનો જવાન, સેક્ટર 24, રાયસણ અને નાદોલમાં પ્રૌઢ, સહિત કુલ 7 કેસ નવા નોંધાયા છે.
રવિવારે અડાલજના વૃદ્ધના મોત બાદ આજરોજ દહેગામ તાલુકાના ઇસનપુર ડોડિયાનો 35 વર્ષીય યુવાનનું પણ કોરોનાથી મોત નિપજ્યું છે. અકસ્માતમાં ઇજા થવાથી તેને સિવિલમાં ખસેડાયો ત્યાં યુવાનનો કોરોના રિપોર્ટ કરાવતા પોઝીટીવ આવતા તેને કોરોનાની સાથે સાથે માથામાં ઇજાની સારવાર શરૂ કરી હતી. પરંતુ માથામાં ઇજાને લીધે યુવાન માત્ર બે દિવસની સારવાર બાદ કોરોનાની સામે જંગ હારી જતા સોમવારે તેનું અવસાન થયું હતું. યુવાનના મોત સાથે કોરોનાથી જિલ્લામાં અત્યાર સુધી કુલ 5 લોકોના મોત થયા હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here