જિલ્લામાં 1.40 કરોડના ખર્ચે દસ પંચાયત ઘર ઉભા કરાશે

0
1217

ગાંધીનગર જિલ્લામાં ૩૦૦થી પણ વધારે ગ્રામપંચાયતો આવેલી છે. જેમાંથી હજુ ઘણી ગ્રામપંચાયતો પાસે પોતાનું ઘર નથી. ત્યારે પંચાયત વિભાગ દ્વારા તબક્કાવાર આ ઘર વિહોણા ગ્રામ પંચાયતોને પોતાના ઘરની મંજુરી આપવામાં આવે છે. રૂપિયા ૧૪ લાખના એક એવા દસ પંચાયત ઘર હાલ મંજુર કરવામાં આવ્યા છે. જેમાં દહેગામ તાલુકાના સાત છે. જ્યારે ગાંધીનગર, માણસા અને કલોલમાં એક – એક પંચાયત ઘર બનશે. આ માટે કુલ ૧.૪૦ કરોડ ખર્ચાશે.

સરકાર દ્વારા પંચાયત ઘર વિહોણી ગ્રામપંચાયતોના ઘરો તાજેતરમાં મંજુર કર્યા છે. જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવેલી અરજી પ્રમાણે ગાંધીનગર જિલ્લાના ૧૦  પંચાયત ઘર મંજુર કરવામાં આવ્યા હતા. જેની પાછળ ૧.૪૦ કરોડ રૂપિયા ખર્ચાશે. આ કામગીરી સત્વરે શરુ કરી દેવામાં આવશે તેમ પણ જાણવા મળી રહ્યું છે.

ગુજરાતમાં જર્જરીત ગ્રામપંચાયતો અને ગ્રામં પંચાયત ઘર વિહોણી ગ્રામપંચાયતો માટે નવીન પંચાયત ઘર કમ તલાટી મંત્રી આવાસ યોજના તેમજ જુથ ગ્રામ પંચાયતના મહેસુલી ગામે પંચાયત રૂમ બાંધવાની યોજના માટે વહિવટી મંજુરી મળ્યા બાદ તેના બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવનાર છે.

ગાંધીનગર તાલુકામાં દશેલા, માણસામાં ઇટલા અને ઇટાદરા ઉપરાંત દહેગામના સાહેબજીના મુવાડા, સીયાવાડા, કમાલબંધ વાસણા, કરોલી, કડાદરા, ચામલા, મોસમપુરા, મોતીપુરા મહુડીયા ગામ મળી કુલ દસ ગામોમાં પંચાયત ઘર બાંધવાની કામગીરી આરંભવામાં આવશે.

રૂપિયા ૧૪ લાખનું એક પંચાયત ઘર એવા આ કુલ દસ પંચાયત ઘરની કામગીરી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર છે. ત્યારે આ પૈકી કેટલાક ગામમાં હજુ પણ જમીનનો પ્રશ્ન હોવાના કારણે અહીં પંચાયત ઘર બનવાની શક્યતા ઓછી છે. આ કુલ દસ ગ્રામ પંચાયતો પાછળ ૧.૪૦ કરોડનો ખર્ચો અંદાજવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here