પીએમ મોદી ઝારખંડના પલામૂ અને ગુમલામાં જનસભાને સંબોધિત કરશે

0
1401

ઝારખંડના પલામૂ અને ગુમલામાં ચૂંટણીને લઈને આજે પીએમ મોદી જનસભાને સંબોધિત કરશે. ઝારખંડમાં ચૂંટણીને લઈને PM મોદી આજે પહેલી વાર મુલાકાત લેશે. PM મોદી પહેલાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગૃહ મંત્રી અમિત શાહ પણ અહીંની મુલાકાત લઈ ચૂક્યા છે.ઝારખંડમાં ભાજપ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યું છે. PM મોદી પણ આજે ઝારખંડમાં તેમની ચૂંટણીની રેલી સંબોધશે. ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ આદિવાસી બહુલ વિસ્તારથી મનિકા અને લોહરદગાની ધરતીથી 21 નવેમ્બરે ચૂંટણીની જાહેરાત કરી ચૂક્યા છે. પીએમ મોદી પણ આજે ઝારખંડના પલામૂ અને ગુમલામાં વિધાનસભા ચૂંટણીના બ્યૂગલ ફૂંકશે. બંને જગ્યાઓએ પીએમ મોદી જનસભા સંબોધશે.PM મોદી 11.30 મિનિટે પલામૂમાં જનસભા સંબોધશે અને બપોરે 1.25 મિનિટે ગુમલામાં સભાને સંબોધન કરશે. આ રેલીમાં ભીડ રહેવાની સંભાવનાને કારણે સ્થાનીય પ્રશાસને સુરક્ષા વ્યવસ્થાની પણ ખાસ વ્યવસ્થા કરી દીધી છે.

ઝારખંડ વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં પાર્ટીના મોટા નેતાઓ પહેલાં જ આવી ચૂક્યા છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ રવિવારે વિશ્રામપુર અને ભવનાથપુરમાં રેલી કરી ચૂક્યા છે જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ છતરપુર અને રંકામાં પોતાની રેલી કરી ચૂક્યા છે. બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઝારખંડમાં ચૂંટણીની રેલી કરી ચૂક્યા છે. પાર્ટી કાર્યકર્તાઓ પીએમ મોદીની જનસભાની રાહ જોઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here