ટ્રાફિકના નિયમો સામે કોંગ્રેસની ઝુંબેશ: દોઢ લાખ મિસ્ડ કૉલ

0
473

૬ સપ્ટેમ્બરથી રાજ્યભરમાં ટ્રાફિકના નવા નિયમો અમલમાં આવી ગયા છે. નવા નિયમો હેઠળ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આકરા દંડને લઈને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જોકે નિયમોને અમલી કર્યા પહેલાં જ ગુજરાતમાં વિરોધનો સૂર ઊભો થતાં રાજ્ય સરકારને પુનઃવિચારણા માટે મજબૂર કરી હતી. ત્યાર બાદ રાજ્ય સરકારે દંડની રકમમાં સુધારો કર્યો.

હવે ટ્રાફિકના નવા નિયમો મામલે વસૂલવામાં આવી રહેલા આકરા દંડનો વિરોધ ગુજરાત કૉન્ગ્રેસે નોંધાવ્યો છે. કૉન્ગ્રેસે ટ્રાફિકના નિયમ ભંગ માટે લેવાયેલ નિર્ણયને તઘલખી ગણાવ્યો છે અને આ મામલે મિસ્ડ કૉલ્સ ઝુંબેશ હાથ ધરી છે. આ માટે કૉન્ગ્રેસ એક નંબર પણ જાહેર કર્યો છે. ૦૭૯૪૧૦૫૦૭૭૪ નંબર પર મિસ્ડ કૉલ કરી લોકો વિરોધ નોંધાવી શકે છે. તો કૉન્ગ્રેસ તરફથી મળતી સત્તાવાર માહિતી અનુસાર આ ઝુંબેશને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. નંબર લૉન્ચ કર્યાને માત્ર ૨૪ કલાકમાં ૧,૨૬,૩૫૦ લોકોએ મિસ્ડ કૉલ કરીને પોતોના વિરોધ નોંધાવ્યો છે.

જોકે વિજય રૂપાણી  સરકારે જાહેરાત કરી છે કે નવા મોટર વેહિકલ એક્ટના અમલની મુદત 15 દિવસ પછી એટલે કે 1 ઓક્ટોબરથી નિયમ લાગુ પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here