તમિલનાડુના મદુરૈમાં સવારે 54 વર્ષીય સંક્રમિત દર્દીનું મોત

0
117

કોરોનાના સંક્રમિતોની સંખ્યા બુધવારે સવાર સુધી 568 થઈ ગઈ છે, અને અત્યાર સુધી 11 લોકોના જીવ ગયા છે. તમિલનાડુના મદુરૈમાં સવારે 54 વર્ષીય સંક્રમિત દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. કોરોનાના સૌથી વધારે 107 કેસ મહારાષ્ટ્રમાં છે, જ્યારે કેરળ 105 કેસ સાથે બીજા નંબરે છે. મંગળવારે અડધી રાતે આગામી 21 દિવસો માટે તમામ રાજ્યોમાં લોકડાઉન કરવાની વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી. આ સાથે જ તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કહ્યું કે, લોકો લોકડાઉનનું ઉલ્લંઘન ન કરે. અમેરિકામાં આના માટે સેના બોલાવવી પડી હતી. જો આપણા અહીંયા સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો ગોળી મારવાના આદેશ આપવા માટે મજબૂર થવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here