‘તાનાજી’નું ટ્રેલર થયું રિલીઝ

0
316

ઘણાં લાંબા સમય પછી ફરી એકવાક અજય દેવગણ અને સૈફ અલી ખાન એક જ ફિલ્મમાં સાથે જોવા મળશે. ફિલ્મ ‘તાનાજી’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને અજય દેવગણ ફિલ્મ તાનાજીમાં તાનાજી માલસુરે રોલમાં છે. સૈફ અલી ખાન ફિલ્મમાં ઉદયભાન રાઠોરના રોલમાં છે. ફિલ્મના ટ્રેલરમાં સૈફ ડોમિનેટિંગ રોલમાં દેખાઈ રહ્યો છે.એક્ટિંગની વાત કરીએ તો ફિલ્મનું ટ્રેલરમાં સૈફ અલી ખાન અજય દેવગણ પર ભારે પડતો દેખાઈ રહ્યો છે. આ પહેલાં ફિલ્મ ‘ઓમકારા’માં બંનેએ સાથે કામ કર્યું હતું. ‘ઓમકારા’માં પણ સૈફ અલી ખાન અજય દેવગણ પર ભારે પડ્યો હતો. આ ફિલ્મમાં એકવાર ફરી બંનેની સરખામણી થવા લાગી છે. વર્ષ 2006માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઓમકારા’માં સૈફ અલી ખાન લંગડા ત્યાગીના રોલમાં હતો અને વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત આ ફિલ્મને બેસ્ટ વિલન માટેનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ ‘તાનાજી’માં અજય અને સૈફ ફરી એકવાર સાથે જોવા મળશે અને આ બંનેના કામની તુલના ફરી એકવાર થવા લાગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here