દમણ-મહારાષ્ટ્ર વચ્ચે 110 કિમીની ઝડપે વાવાઝોડું ટકરાશે

0
1076

અરબી સમુદ્રમાં ઉદભવી રહેલું નિસર્ગ વાવાઝોડું સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થવાની શક્યતા દેખાઇ રહી છે. જો કે હવામાન વિભાગે આજે અપડેટ આપતા કહ્યું કે, હવે વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે નહીં અને , દમણ-મહારાષ્ટ્ર વચ્ચે 110 કિમીની ઝડપે વાવાઝોડું ટકરાશે.

ડિપ ડિપ્રેશન આગામી 12 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. ડિપ ડિપ્રેશન 6 કલાકે 11 કિમીનું અંતર કાપે છે, સુરતથી 710 કિમી દૂર છે. તેમજ ભાવનગર, અમરેલીના 50 ગામ સાથે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના 159 ગામોને એલર્ટ કરાયા છે. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે યલો એલર્ટ છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં 70થી 90 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવતા તંત્ર સાબદુ થઇ ગયું છે. સુરત જિલ્લામાં રહેતા લોકોને સંભવિત સંકટ સામેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here