દારૂબંધી હટ્યા બાદ GIFT CITY માં પ્રોપર્ટીના ભાવમાં ધરખમ વધારો ….

0
194

ગુજરાતના ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે આ કારણે હવે ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટીની કિંમતો આસમાને પહોંચી ગઈ છે. ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટીની પૂછપરછ (ખરીદવા અને વેચવા માટે) 500 ટકાનો વધારો થયો છે. દારૂબંધી હટ્યા બાદના માત્ર પાંચ દિવસમાં જ ગિફ્ટ સિટીમાં લગભગ 500 કરોડની ડીલ થઈ ચૂકી છે.

886 એકરમાં ફેલાયેલી ગિફ્ટ સિટીમાં ગુજરાત સરકારે શરતોની સાથે અહી કામ કરનારા સ્ટાફ અને મહેમાનો માટે દારૂ પીવાની છૂટછાટ આપી છે. તેના માટે ગિફ્ટ સિટીમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબ ખોલવામાં આવશે. જ્યાં કર્મચારી અને સ્ટાફની સાથે આવનારા મહેમાનો પણ દારૂ પીને એન્જોય કરી શકશે. સરકારના આ નિર્ણય બાદ ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટી ખરીદનારાઓ તૂટી પડ્યા છે.