રાજ્ય સરકારે વર્ગ-3ની ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર…

0
85

સરકારી ભરતી પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા વર્ગ ત્રણની ભરતી માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમાં હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે.રાજ્યમાં વર્ગ 3ની સરકારી ભરતીને અંગે સત્તાવાર માહિતી સામે આવેલ વિગત અનુસાર વર્ગ ત્રણની ભરતી માટે સરકારે નિયમોમાં મોટા બદલાવ કર્યા છે. જેના પરિણામે હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે.રાજ્ય સરકારે વર્ગ-3ની ભરતી માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે. અગાઉ આ પરીક્ષા અલગ અલગ યોજાતી હતી. પરંતુ હવે વર્ગ-3ની ભરતી માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે. હવેથી જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે. જ્યારે હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.