દિલ્હીમાં આતંકી હુમલાના ઇનપુટ મળ્યા બાદ પોલીસ એલર્ટ

0
488

દિલ્હીમાં કોઇ મોટા આતંકી હુમલાના ઇનપુટ મળ્યા છે. દિલ્હીમાં 3થી 4 આત્મઘાતી આતંકી ઘુસ્યા હોવાના સમાચાર છે. સુરક્ષા એજન્સીઓને હુમલાના ઇનપુટ મળ્યા બાદ તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. કેટલીક જગ્યાએ શોધખોળ ચાલી રહી છે. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે ગુરૂવાર સવારે કેટલીક જગ્યાએ રેડ કરી હતી.

દિલ્હીમાં આતંકી હુમલાના ઇનપુટ મળ્યા બાદ પોલીસ એલર્ટ છે. તમામ ભીડ ધરાવતી જગ્યાઓ પર નજર રાખવામાં આવી રહી છે. રેલ્વે સ્ટેશન અને મોટા બજારમાં થતી હરકત પર પોલીસની નજર છે. પોલીસની રેડથી આ અંદાજો લગાવી શકાય છે કે આતંકીઓના દિલ્હીમાં ઘુસવાના ઇનપુટ મળ્યા છે. કેટેગરી-A ઇન્ટેલિજન્સ ઇનપુટ બાદ દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ તમામ જગ્યાએ નજર રાખી રહી છે. 2 શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here